નડિયાદ બાદ હવે આણંદ સતર્ક: કોલેરા અટકાવવા 29 ફૂડ સેમ્પલની તપાસ શરૂ
નડિયાદમાં કોલેરાની બિમારીએ માથુ ઉંચકયું છે.ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં કોલેરા અટકાવવા આણંદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવીને બરફ અને શેરડીના રસ ,પાણી પુરી , આઇસ્ક્રીમ , મેગો ડિલાઇટ અને કેરીનો 29 જેટલા નમુના લઇને સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે.જેનો રીપોર્ટ આવ્યાં બાદ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું
આણંદ શહેરમાં પાણી જન્ય,વાહક જન્ય રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવી ગયું છે.ત્યારે આણંદ શહેરમાં લારી ગલ્લાવાળા દુકાનદારો અને વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવાની સાથે સાથે ખાદ્યપદાર્થ શુદ્વ આપવા સુચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ આણંદ શહેરમાં કેરીના રસ અને શેરડીના રસના કોલાનાએ માજા મુકી દીધી હોવાથી સર્વેની કામગીરી હાથ ધરીને શહેરના 50થી વધુ દુકાનદારો , વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આઇસ્ક્રીમ, કેરીનો રસ, પાણી પુરી,ખાદ્યપદાર્થનું વેચાણ કરતાં શંકાસ્પદ કુલ 29 નમુના લીધા છે. પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં નમુના મોકલવામાં આવ્યાં છે.