Advertisement

પંચાયતથી પાલિકા બન્યા બાદ પણ તારાપુરના રસ્તાઓ અંધારામા કેમ?

પંચાયતથી પાલિકા બન્યા બાદ પણ તારાપુરના રસ્તાઓ અંધારામા કેમ?

પંચાયતથી પાલિકા બન્યા બાદ પણ તારાપુરના રસ્તાઓ અંધારામા કેમ?

તારાપુર ગ્રામ પંચયાતને રાજ્ય સરકારે ક વર્ગની નગરપાલિકા દરજ્જો આપ્યો છે. અગાઉ ગ્રામ પંચાયતના શાસનકાળ દરમ્યાન ગામના વિકાસ માટે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂંક કરી હતી. હવે તેને પાલિકાનો દરજજો અપાતા મામલતદારની વહીવટદાર તરીકે નિયુકિત કરીને ગામના મૂળ પ્રશ્નોના ઉકેલ સાથે આસપાસના ગામડાઓનો પણ વિકાસ થશેની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. તારાપુર ગ્રામ પંચાયતના અગાઉના અંદાજે 70 લાખના બાકી વીજ બીલના કારણે 3 વર્ષ ઉપરાંતથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાનો મુખ્ય પ્રશ્ન છે.

જેથી આ વર્ષ પણ ચોમાસામાં સ્ટ્રીટલાઇટના અભાવે શહેરીજનોને અંધારા ઓળંગવાની સ્થિતિનો સામનો કરવો પડશે. આ અંગે નિયુકત કરાયેલ વહીવટદારને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે, બાકી વીજ બીલ મામલે અગાઉ પંચાયત દ્વારા વીજ કંપની સામે કોર્ટ કેસ કરાયો હતો. જેમાં આશરે 70લાખના બાકી વીજ બીલની સામે હાઇકોર્ટે હપ્તાવાઇઝ રકમ ભરવાનો નિર્દેશ કર્યો હતો. જેમાં 15 લાખ જમા કરાવ્યા બાદ 55 લાખ હજી બાકી પડે છે. જેથી આ કેસમાં નિરાકરણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવા સહિત રાજય સરકાર દ્વારા પણ આ મામલે ખાસ ગ્રાન્ટ કે ફંડની ફાળવણી થાય તે માટે પ્રયાસ કરાશે.

ઉલ્લેખનીય છે કે, તારાપુર પાલિકાની અંદાજે 25 હજારની વસ્તી છે. જેથી આવકના સ્ત્રોત માટે બાકી વેરાની વસૂલાત ઝુંબેશ હાથ ધરવા સાથે લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ થાય અને પેન્ડીંગ કામો ઝડપભેર પૂરા થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તારાપુર પાલિકાના વિસ્તારની સીમાંકન કાર્યવાહી સહિતની બાબતો માટે સોજીત્રા પાલિકાના ચીફ ઓફિસરને ઇન્ચાર્જપદે નિયુકત કરવામાં આવ્યાનું જાણવા મળે છે.

Advertisement