Advertisement

તડીપારનો આદેશ તોડનાર ફિરોજ ઉર્ફે છુની પોલીસ દ્વારા ધરપકડ

તડીપારનો આદેશ તોડનાર ફિરોજ ઉર્ફે છુની પોલીસ દ્વારા ધરપકડ

તડીપારનો આદેશ તોડનાર ફિરોજ ઉર્ફે છુની પોલીસ દ્વારા ધરપકડ

જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને તડીપાર કરાયેલા ફિરોજ ઉર્ફે છુ ચંદ્રસિંહ રાજ તડીપારના આદેશનો ભંગ કરીને આણંદ જિલ્લાના આંકલાવ પરત ફરતા પોલીસે તેની અટકાયત કરી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને તેને ફરીથી ભરૂચ જિલ્લાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોકલી આપ્યો છે.

આણંદ જિલ્લાના આંકલાવ ગામની માધવનગર કોલોનીમાં રહેતા ફિરોજ રાજને 4 સપ્ટેમ્બર, 2025થી આણંદ જિલ્લા સહિત વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, ખેડા, મહીસાગર, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરની હદમાંથી ત્રણ માસ માટે તડીપાર કરવાનો આદેશ અપાયો હતો. તેને ભરૂચ જિલ્લાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો.

તડીપારના આદેશનો ભંગ કરીને ફિરોજ રાજ ગતરોજ આંકલાવ ગામમાં પરત ફર્યો હોવાની માહિતી આંકલાવ પોલીસને મળી હતી. આ માહિતીના આધારે આંકલાવ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ફિરોજ રાજ વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ 142 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ફરીથી ભરૂચ જિલ્લાના કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યો છે.

Advertisement