Advertisement

ડી.એન હાઈસ્કૂલમાં નવરાત્રિ પર્વની ઉજવણી

ડી.એન હાઈસ્કૂલમાં નવરાત્રિ પર્વની ઉજવણી

ડી.એન હાઈસ્કૂલમાં નવરાત્રિ પર્વની ઉજવણી

આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડી.એન હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ શાળામાં છેલ્લાં 15 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમમાં બાળ કલાકારોએ તેમના મધુર કંઠે પ્રાચીન ગરબાની રજૂઆત કરી હતી. પ્રાચીન ગરબાના સૂરો વચ્ચે નાના બાળકોએ ગરબે ઘૂમીને માં અંબાની આરાધના કરી હતી. આ પ્રાચીન ગરબાના તાલે માત્ર બાળકો જ નહીં, પરંતુ ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા.

આ રીતે શાળામાં નવરાત્રીની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાચીન ગરબાની સાથે સાંસ્કૃતિક વારસાને પણ જાળવી રાખવામાં આવ્યો હતો.

Advertisement