Advertisement

ડાકોરમાં દર્શનાર્થીઓને દબાણ-ટ્રાફિકથી હાલાકી

ડાકોરમાં દર્શનાર્થીઓને દબાણ-ટ્રાફિકથી હાલાકી

ડાકોરમાં દર્શનાર્થીઓને દબાણ-ટ્રાફિકથી હાલાકી

ડાકોર : ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા લોકો દબાણ અને ટ્રાફિકની સમસ્યા ભોગવી કંટાળી ગયા છે. ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. 

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પૂનમ સહિત તહેવારોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ત્યારે રોડ પર લારી- ગલ્લા અને પાથરણાવાળાના દબાણોના કારણે લોકોને અવરજવર માટે તકલીફ પડી રહી છે. સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો રોડ પર પાર્ક કરી દે છે. ત્યારે ખાનગી વાહનોને મંદિર સુધી લઈ જવા પર પ્રતિબંધ છે પરંતુ, છૂટ આપવામાં આવેલી વિકલાંગ માટેની ઈ-રિક્ષાને પણ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે. 

મંદિર ચોકમાં સરકારી વાહનો પણ આડેધડ પાર્ક કરવામાં આવતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાકોરમાં ટ્રાફિક સમસ્યા અને દબાણ બાબતે ડાકોર પાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લવાતું નથી. ત્યારે ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર ચોક સુધી દબાણ હટાવવાની માંગણી મુખ્યમંત્રીને કરાઈ છે. 

Advertisement