અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી હતી. જેમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું છે. સાઉથ આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 187 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનને 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 187 રન પર ઓલઆઉટ થઈ જતાં મેચ ટાઈ થઈ હતી. ત્યારે હવે પહેલી સુપર ઓવર રમાઈ હતી તે પણ ટાઈ થઈ હતી. જેને લઈને બીજી સુપર ઓવરમાં હાર જીતનો નિર્ણય થશે.
સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને વિના વિકેટે એક ઓવરમાં 17 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ એક વિકેટ પર 17 રન કર્યા હતા. જેને લઈને સુપર ઓવર ટાઈ થઈ છે. ત્યારબાદ હવે ફરી સુપર ઓવર રમાઈ રહી છે.બીજી સુપર ઓવર
(સાઉથ આફ્રિકાની ઈનિંગ: 23 રન/0 વિકેટ) ડેવિડ મિલર અને સ્ટબ્સની બેટિંગ
પહેલા બોલ પર છગ્ગો
બીજા બોલ પર એક રન
ત્રીજા બોલ પર બે રન
ચોથા બોલ પર છગ્ગો
પાંચમા બોલ પર છગ્ગો
છઠ્ઠા બોલ પર બે રન
(અફઘાનિસ્તાનની ઈનિંગ : 19 રન / 2 વિકેટ) નબી(આઉટ) અજમત અને ગુરબાઝની બેટિંગ
પહેલા બોલ પર શૂન્ય
બીજા બોલ પર નબી આઉટ
ત્રીજા બોલ પર છગ્ગો
ચોથા બોલ પર છગ્ગો
પાંચમાં બોલ પર છગ્ગો
છઠ્ઠા બોલ પર વાઇડ (એક રન)
સાતમાં બોલ પર ગુરબાઝ આઉટપહેલી સુપર ઓવર ટાઈ
(અફઘાનિસ્તાનની ઈનિંગ : 17 રન/0 વિકેટ) અજમત અને ગુરબાઝની બેટિંગ
પહેલા બોલ પર ચોગ્ગો
બીજા બોલ પર છગ્ગો
ત્રીજા બોલ પર એક રન
ચોથા બોલ પર એક રન
પાંચમા બોલ પર ચોગ્ગો
છઠ્ઠા બોલ પર એક રન
(સાઉથ આફ્રિકાની ઈનિંગ : 17 રન/1 વિકેટ ) બ્રેવિસ(આઉટ) ડેવિડ મિલર અને સ્ટબ્સની બેટિંગ
પહેલા બોલ પર એક રન
બીજા બોલ પર છગ્ગો
ત્રીજા બોલ પર બ્રેવિસ આઉટ
ચોથા બોલ પર ચોગ્ગો
પાંચમાં બોલ શૂન્ય
છઠ્ઠા બોલ પર છગ્ગો
સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં શું-શું થયું?
મેચ દરમિયાન ક્વિન્ટન ડી કોકના 59(41) રન અને રાયન રિકલ્ટનના 61(28) રનના સહારે સાઉથ આફ્રિકાએ 6 વિકેટના સહારે 187 રન કર્યા હતા. જેના બાદ અફઘાનિસ્તાને બેટિંગમાં આવ્યા બાદ ગુરબાઝના 84(42) અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ 22 (17) રનની મદદથી 187 રન કરવામાં સફળતા મેળવી હતી. ત્યારે મેચને ટાઈ જાહેર કરવામાં આવી હતી. તે બાદ સુપર ઓવર રમાઈ હતી જેમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતાં 17 રન કર્યા હતા. જેની સામે સાઉથ આફ્રિકાએ બેટિંગ કરતાં 17 રન કરતાં સુપરઓવર પણ ટાઈ થઇ ગઇ હતી.
અગાઉ ભારત-અફઘાનિસ્તાનની મેચમાં બે સુપર ઓવર નખાઈ હતી
જાન્યુઆરી 2024માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી મેચ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટના ઈતિહાસની એક યાદગાર ઘટના બની ગઈ હતી, કારણ કે આ ઈતિહાસની પ્રથમ એવી મેચ હતી જેમાં પરિણામ મેળવવા માટે બે સુપર ઓવર રમવી પડી હતી. મુખ્ય મેચમાં બંને ટીમે 212 રન બનાવતા મેચ ટાઈ થઈ હતી, ત્યારબાદ રમાયેલી પ્રથમ સુપર ઓવરમાં પણ અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા અને જવાબમાં ભારતે પણ 16 રન કરતા ફરીથી ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. અંતે રમાયેલી બીજી સુપર ઓવરમાં ભારતે પહેલા બેટિંગ કરીને 11 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ રવિ બિશ્નોઈની ઓવરમાં માત્ર 1 રન બનાવીને 2 વિકેટ ગુમાવી બેઠી હતી અને ભારત આ રોમાંચક મેચ જીતી ગયું હતું.