અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ રોમાંચક રહી હતી. સાઉથ આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 187 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનને 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં 187 રન પર ઓલઆઉટ થઈ જતાં મેચ ટાઈ થઈ હતી. ત્યારે હવે પહેલી સુપર ઓવર રમાઈ હતી તે પણ ટાઈ થઈ હતી. જેને લઈને બીજી સુપર ઓવરમાં હાર જીતનો નિર્ણય થશે.
સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને વિના વિકેટે એક ઓવરમાં 17 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ એક વિકેટ પર 17 રન કર્યા હતા. જેને લઈને સુપર ઓવર ટાઈ થઈ છે. ત્યારબાદ હવે ફરી સુપર ઓવર રમાઈ રહી છે.બીજી સુપર ઓવર
(સાઉથ આફ્રિકાની ઈનિંગ: 23 રન/0 વિકેટ) ડેવિડ મિલર અને સ્ટબ્સની બેટિંગ
પહેલા બોલ પર છગ્ગો
બીજા બોલ પર એક રન
ત્રીજા બોલ પર બે રન
ચોથા બોલ પર છગ્ગો
પાંચમા બોલ પર છગ્ગો
છઠ્ઠા બોલ પર બે રન
પહેલી સુપર ઓવર ટાઈ
(અફઘાનિસ્તાનની ઈનિંગ : 17 રન/0 વિકેટ) અજમત અને ગુરબાઝની બેટિંગ
પહેલા બોલ પર ચોગ્ગો
બીજા બોલ પર છગ્ગો
ત્રીજા બોલ પર એક રન
ચોથા બોલ પર એક રન
પાંચમા બોલ પર ચોગ્ગો
છઠ્ઠા બોલ પર એક રન(સાઉથ આફ્રિકાની ઈનિંગ : 17 રન/1 વિકેટ ) બ્રેવિસ(આઉટ) ડેવિડ મિલર અને સ્ટબ્સની બેટિંગ
પહેલા બોલ પર એક રન
બીજા બોલ પર છગ્ગો
ત્રીજા બોલ પર બ્રેવિસ આઉટ
ચોથા બોલ પર ચોગ્ગો
પાંચમાં બોલ શૂન્ય
છઠ્ઠા બોલ પર છગ્ગો