Advertisement

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા  36 પોલીસ કર્મી.ની બદલી

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા  36 પોલીસ કર્મી.ની બદલી

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા  36 પોલીસ કર્મી.ની બદલી

ચૂંટણી કામગીરી પૂર્ણ થતા જ જુનાગઢ જિલ્લાના પોલીસ વિભાગમાં બદલીઓનો ઘાણાવો કઢાવ્યો છે. જુનાગઢ એસપી દ્વારા એલસીબી અને એસઓજીમાં ઘડમૂળમાંથી ફેરફાર કરી કુલ 23 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. મોટાભાગના પોલીસ કર્મીઓને પોલીસ હેડ ક્વાર્ટરમાં મૂકી દેવામાં આવ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે.

ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટીના એસપી સુબોધ ઓડેદરાની વિસાવદરની ધારાસભાની પેટા ચૂંટણી પૂર્વે જૂનાગઢના એસ.પી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અને આ ચૂંટણી કામગીરી પૂર્ણ થતાની સાથે જ તેમના અંડરમાં આવતી જિલ્લાની મહત્વની બે બ્રાંચ એવી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં જડમૂળથી ફેરફાર કર્યા છે. જેમાં 23 બિન હથિયારધારી અને 13 કોન્સ્ટેબલ કક્ષાના પોલીસે કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જુનાગઢ એસ.પી. એ એલસીબી અને એસ.ઓ.જી.માં કરેલ લેખિત અને મૌખિક ઓર્ડર મુજબ, જુનાગઢ એ અને બી ડિવિઝન, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 કર્મચારીઓને એલસીબીમાં મૂક્યા છે.

જ્યારે એલસીબીમાં  ફરજ બજાવતા કુલ 13 પોલીસ કર્મીઓને સીધા પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. આ સાથે સાયબર સેલમાંથી એક પોલીસ કર્મીને હેડ ક્વાર્ટરમાં અને પેરોલફલોમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીને હેડ ક્વાર્ટરમાં મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે, પોલીસ વર્તુળોમાં થતી ચર્ચા મુજબ છેલ્લા ઘણા સમયથી જુનાગઢ જિલ્લા પોલીસમાં આંતરિક બદલ્યો થવા પામી નથી. ત્યારે નવા એસપી દ્વારા સંભવત આગામી દિવસોમાં પોલીસ કર્મીઓની સાથે પી.આઈ; પી એસ આઈ કક્ષાના પોલીસ અધિકારીઓની બદલી પણ થઈ શકે.

મહિલા પીએસઆઇ શીતલ સોલંકીને એસ.ઓ.જી. બ્રાન્ચમાં મુકાયા  અગાઉ એસ.ઓ.જી.માં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં શીલ પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા શીતલબેન સોલંકીની જૂનાગઢ એસઓજી બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે.

Advertisement