Advertisement

જિલ્લાના 8 ખરીદ કેન્દ્ર ખાતે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ

જિલ્લાના 8 ખરીદ કેન્દ્ર ખાતે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ

ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આણંદ જીલ્લા ખાતે આવેલા કુલ8 ખરીદ કેંદ્ર ખાતે ડાંગર ખરીદી પ્રકીયા સુચારુરૂપે ચાલુ છે.

આણંદ જિલ્લામાં કુલ 5263 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અત્યાર સુધીમાં કુલ886 ખેડુતોને ખરીદી માટે મેસેજ મોકલવામાં આવ્યા હતા તે પૈકી 169 ખેડુત ડાંગર આપવા માટે આણંદ જીલ્લાના ખરીદ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા તથા અત્યાર સુધી કુલ 467 મે.ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે અને 45 ખેડુતોને ડાંગર ખરીદીની કુલ રકમ રૂ.41,70,624/- નું ચુકવણું ઓનલાઇન ખેડૂતોના ખાતામાં સીધા નિગમ દ્વારા જમા કરાવવામાં આવ્યા છે. આણંદ જીલ્લામાં ડાંગર ખરીદીની સંપુર્ણ પ્રકીયા જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ સુચારુરૂપે ચાલી રહેલ છે, તેમ નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાથી સરકાર માન્ય ગોડાઉનમાં ખરીદી શરૂ કરી દેવાઈ છે.

Advertisement