Advertisement

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: આણંદ જિલ્લામાં 36 બિલ્ડીંગોમાં 413  બ્લોકમાં બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે પરીક્ષા શરૂ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ: આણંદ જિલ્લામાં 36 બિલ્ડીંગોમાં 413  બ્લોકમાં બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે પરીક્ષા શરૂ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાત જિલ્લાઓમાં લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં કુલ 825 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ રહી છે.

આણંદ જિલ્લામાં 36 બિલ્ડીંગોમાં 413 બ્લોક બનાવવામાં આવ્યા છે. અહીં 12,390 ઉમેદવારો માટે પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કર્યા બાદ જ તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં વિશેષ નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

Advertisement