Advertisement

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક આગાહી, ખેડૂતોમાં ફફડાટ

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક આગાહી, ખેડૂતોમાં ફફડાટ

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક આગાહી, ખેડૂતોમાં ફફડાટ

શ્રાવણ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, જેને પગલે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચમી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ નહીં થાય. ગુજરાત અને મધ્ય ભારતમાં 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે.

ખેડૂતોની ચિંતા વધીવરસાદનું જોર ઘટવાથી ખેડૂતો માટે આગામી દિવસો પડકારરૂપ બની શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ કોઈ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમોનો પ્રભાવ ઓછો છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

આગામી 5 દિવસ હળવા વરસાદની શક્યતાજોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ તે ભારે વરસાદ નહી હોય. આ આગાહીથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી વરસાદનું જોર ધીમું રહેશે.

Advertisement