Advertisement

ગુજરાતમાં અંબાલાલની આગાહી: સપ્ટેમ્બરમાં પૂર અને જળબંબાકાર

ગુજરાતમાં અંબાલાલની આગાહી: સપ્ટેમ્બરમાં પૂર અને જળબંબાકાર

ગુજરાતમાં અંબાલાલની આગાહી: સપ્ટેમ્બરમાં પૂર અને જળબંબાકાર

ગુજરાતમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હજુ વરસાદી માહોલ યથાવત રહેશે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે મેઘા નક્ષત્રમાં પડેલો વરસાદ ખેતી માટે સારો હોય છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાંથી હજુ વરસાદ ગયો નથી.

જળબંબાકારની સ્થિતિ

અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ શકે, એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હજુ વરસાદ ગયો નથી. અને તારીખ 23થી 26 દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

 ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, મહેસાણા, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પંચમહાલ, મહીસાગર, વડોદરા આણંદના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.

વધુ એક વરસાદી સિસ્ટમ થશે સક્રિય

તેમણે કહ્યું કે 26 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દરમિયાન કચ્છમાં પણ ધોધમાર વરસાદ આવી શકે છે.

સપ્ટેમ્બરમાં પણ થશે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, તારીખ 26 થી 28માં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીની આસપાસના દિવસો દરમિયાન પણ વરસાદ થઈ શકે છે. દાંતાના ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.



Advertisement