ગુજકેટ 2026 ફોર્મની છેલ્લી તારીખ ફરી લંબાઇ, હવે 16 જાન્યુઆરી
ગુજકેટ ની પરીક્ષા માટેનું ઓનલાઇન ફોર્મ 6 જાન્યુઆરી 2026 સુધીમાં ભરવાનું હતું જોકે, હવે આ તારીખ 16 જાન્યુઆરી સુધી લંબાવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી - ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2026 ની પરીક્ષા 29 માર્ચ 2026 ના રવિવારે યોજાવાની છે. આ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ પહેલા 30 ડિસેમ્બર હતી, જેને લંબાવીને 6 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી દેવાની જાહેરાત કરી હતી.
જોકે હજી પણ કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યું ન હોવાથી ફરી એકવાર શિક્ષણ વિભાગ દ્વારા તારીખ લંબાવી છે. હવે પછી ગુજકેટ આપવા માંગતા વિદ્યાર્થી રૂ. 1000 લેટ ફી ભરીને 16 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ₹350 ગુજકેટની પરીક્ષા ફી અને ₹1,000 લેટ ફી ની રકમ મળી કુલ 1350 રૂપિયા ભરીને વિદ્યાર્થીએ ઓનલાઇન ફોર્મ 16 જાન્યુઆરી સુધીમાં ભરી દેવાનું રહેશે.