ગંભીરા બ્રિજ: તૂટેલા ભાગે એર લિફ્ટિંગથી ટેન્કર હટાવાશે
ગંભીરા બ્રિજ પર ફસાયેલી ટેન્કરને ઉતારવા માટે પોરબંદર વિશ્વ કર્મા કંપનીના મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી કંપનીના 50 વધુ કર્મચારીઓ દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી ઓછા ખર્ચે સહીં સલામત ટેન્કર બહાર કાઢવા માટે જુદા જુદા પ્લાન પર વિચારી રહ્યાં છે. જેમાં એર બલૂનથી ટેન્કર ઉતારવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ તે ખર્ચાળ વધુ હોવાથી તેમજ જોખમ રહેલું હોવાથી કંપનીના નિષ્ણાંત એન્જીનિયરો દરિયામાં વહાણ સહિત સાધનોને બહાર કાઢવા માટે વપરાતાં આધુનિક સાધનોની મદદથી એર લીફટિંગ રોલર બેગ નો ઉપયોગ કરીને મોટી ક્રેઇનની મદદથી બહાર કઢાશે.
મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના નિષ્ણાંત એન્જીનિયર જણાવ્યું હતું કે, ગંભીરા બ્રિજ પર ફસાયેલી ટેન્કર ગંભીરા બાજુએ માત્ર પાંચ પોલ દૂર છે.બ્રિજ જર્જરીત હોવાથી ક્રેઇને લઇ જવી જોખમી છે.ત્યારે તેને એર બલૂનથી ઉતારવા માટે વિચારણ ચાલતી હતી. પરંતુ ખર્ચો વધુ અને જોખમ વધુ હોવાથી એન્જીનિયરો દ્વારા અન્ય એક પ્લાન પર કામ ચાલી રહ્યું હતું.
નિષ્ણાંતોના મંતવ્ય મુજબ સૌ પ્રથમ બેસી ગયેલા બ્રિજ તુટેલા ભાગ અને ટેન્કર વચ્ચે ગેસ ભરેલી એર લીફટિંગ રોલર બેગ મુકીનેટેન્કરને બ્રિજના લેવલે સમતલ કરવામાં આવશે. ત્યારબાદ ટેન્કર ને પકડી રાખવા સ્ટ્રેઇન જેક નો ઉપયોગ કરીને લાંબી ક્રેઇનની મદદથી ટેન્કરને બ્રીજા છેડે સુરક્ષિત રીતે લાવવામાં આવશે. જે માટે એર લીફટિંગ રોલર બેગ (કેપ્સુયલ ) આવી ગઇ છે. બે મોટી ક્રેઇન લાવવામાં આવી છે. સાથે સાથે આધુનિક ટેકનોલોજી સજજ સાધનો આવી ગયા છે. આ ઓપરેશન શનિવાર સુધી પાર પાડવામાં આવશે.
બ્રિજને સમથળ ટેન્કર લાવ્યા બાદ જકડી રાખવા સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરાશે નિષ્ણાંતે જણાવ્યું હતું કે ટેન્કરને બહાર કાઢવાના ઓપરેશનમાં 50થી વધુ એન્જીનિયરો ટીમ કામે લાગેલી છે. બ્રિજને સમથળ ટેન્કર લાવ્યા બાદ તેને પકડી રાખવા સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરવામાં આવશે. ક્રેઇનના ઉંચા પોલ સાથે 900 મીટર કેલબ લગાવીને ટેન્કરને કેબલ સાથે બાંધીને પુલ કરીને બ્રિજના છેડે લાવવામાં આવશે. આ ઓપરેશન વખતે નદી કિનારે કે નદીમાં કોઇ પણ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ચાર ડ્રોન કેમેરાથી આખા ઓપરેશનનું રેકોર્ડીંગ કરવામાં આવશે ટેન્કરને કાઢવાની તમામ કામગીરી આધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવશે. જે માટે ચાર ડ્રોનનો ઉપયોગ કરીને વીડિયો રેકોર્ડીંગ સાથે રજે રજની માહિતી પર ધ્યાન રાખવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ગંભીરા બ્રિજના છેડથી કરવામાં આવશે. આ ઓપરેશનમાં એકપણ વિદેશી એન્જીનિયરની મદદ લેવાઇ નથી. પોરબંદરની કંપનીના ઇજનેરો મદદથી બહાર કાઢવામાં આવશે.