Advertisement

ગંભીરા બ્રિજ ઘટનાની અસર: રતનપુરા–ઉમરેઠ નહેર પર નવું ગરનાળુ બનશે

ગંભીરા બ્રિજ ઘટનાની અસર: રતનપુરા–ઉમરેઠ નહેર પર નવું ગરનાળુ બનશે

ગંભીરા બ્રિજ ઘટનાની અસર: રતનપુરા–ઉમરેઠ નહેર પર નવું ગરનાળુ બનશે

ગંભીરા ઓવરબ્રિજ તુટી ગયો હોવાથી આણંદ જીલ્લા કલેક્ટરે રતનપુરા ઉમરેઠ નહેર ઉપર આવેલ ગરનાળુ સુરક્ષાના કારણોસર બંધ કરાવી દીધું હતું. ત્યારે પંથકના 4 ગામડાઓના વાહન ચાલકોને 14 કિમી ફોગટનો ફેરો ફરવો પડતો હોવાથી ફરીયાદોના પગલે રાજ્ય સરકારે મંજૂરી આપતાં રૂ.1.50 કરોડના ખર્ચે નવીન ગરનાળુ તૈયાર કરાશે.

ઉમરેઠ રતનપુરા, દાગજીપુરા સહિત સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની અવર જવર માટે ગરનાળુ તૈયાર કરવામાં આવ્યું હતું. ગંભીરા બ્રિજની ઘટના બાદ જિલ્લાના આવેલા બ્રિજ અને પુલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રતનપુરા નહેર પર આવેલ ગરનાળુ ભયજનક, જર્જરીત હોવાનું ખુલતા સિંચાઇ વિભાગે એક વર્ષથી બંધ કરવામાં આવેલ છે.જેના પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને વાહન ચાલકોને 14 કિમીનો ફેરો ફરવો પડતો હોય હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.

આ અંગે સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવેલ કે આણંદ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ રતનપુરા ઉમરેઠ ગરનાળુ બિસ્માર હોવાથી બંધ કરવામાં આવેલ છે. સરકારે નવીન ગરનાળુ રૂ.1.50 કરોડ ઉપરાંત માતબર રકમના ખર્ચે 2 માસમાં તૈયાર કરી દેવાશે.જે હાલમાં માત્ર 3 મીટર ગરનાળુ હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હતા.પરંતું હવે નવીન તૈયાર થનાર ગરનાળુ 12 મીટર લંબાઈ વધારો કરીને તૈયાર કરવામાં આવશે.

Advertisement