ખેડા-બારેજા નેશનલ હાઈવે પર 24 કલાકમાં બે અકસ્માત
ખેડા-બારેજા નેશનલ હાઈવે પર આવેલા ડુંગરીટીંબા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતો નોંધાયા છે. આ ઘટનાઓમાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે આજે બીજો અકસ્માત થયો જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે ડુંગરીટીંબા લાંટ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
આજે સવારે ફરીથી, ગઈકાલના અકસ્માત સ્થળથી આશરે 300 મીટરના અંતરે, HP પેટ્રોલ પંપ સામે બીજો અકસ્માત થયો હતો. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.