Advertisement

ખેડા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન ડેમો, બસ હાઇજેક મૉક ડ્રિલ મુખ્ય આકર્ષણ

ખેડા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન ડેમો, બસ હાઇજેક મૉક ડ્રિલ મુખ્ય આકર્ષણ

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રિલનું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાનિ વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા.

વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, હોર્સ રાઇડિંગ ડ્રિલ, ડોગ સ્ક્વોડ ડ્રિલ, વેપન ડ્રિલ, મોબાઇલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રિલ સહિત અનેક પ્રકારની ડ્રિલ રજૂ કરવામાં આવી હતી.

આ ડ્રિલ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા કરવામાં આવી હતી. ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાયું હતું. નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

ખાસ કરીને, બસ હાઇજેક ડ્રિલમાં આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઇજેક કરવામાં આવી હતી. ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું. તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા, જે તેમની તાલીમ અને સજ્જતા દર્શાવે છે.

Advertisement