Advertisement

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણી જૂનમાં જાહેર થવાની શક્યતા

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણી જૂનમાં જાહેર થવાની શક્યતા

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણી જૂનમાં જાહેર થવાની શક્યતા

ખેડા જિલ્લામાં ૯૧ ગ્રામ પંચાયતની મુદત પૂરી થયાને ઘણાં મહિના વિતી ગયા છે. આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી હવે ક્યારે એ પ્રશ્ન પ્રજાને થતો હતો. જો કે ચૂંટણી પંચની હાલની તૈયારીઓ જોતા આવનાર જૂન માસમાં કદાચ આ ૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

ચૂંટણી પંચે કઈ ગ્રામ પંચાયતમાં કઈ બેેઠક સરપંચ માટે અનામત છે તેનું રોસ્ટેડ પણ જાહેર કરી દીધું છે. જેને લઈ સ્થાનિક રાજકારણમાં હાલમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટણી જંગમાં ઝંપલાવવા ઈચ્છતા ઉમેદવારો પોતાની રીતે તૈયારીમાં લાગ્યા હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

ખેડા જિલ્લામાં આગામી જૂન માસમાં ૯૧ ગ્રામ પંચાયતોની સમાન્ય ચૂંટણી યોજાવાની સંભાવના છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી વિભાગે સરપંચ બેઠકોનો રોસ્ટર જાહેર કર્યા છે તેમાં ૨અનુસૂચિત જાતિ મહિલા બેઠક, ૧ અનુસૂચિત જાતિ સામાન્ય, ૧૨ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ મહિલા બેઠક, ૧૨ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય વર્ગ બેઠક, ૨૫ સામાન્ય મહિલા બેઠકો અને ૩૯ બિન અનામત બેઠકોનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લામાં તાલુકા મુજબ જોઈએ તો ગળતેશ્વર તાલુકાના ૧૬ ગામ, મહુધા અને મહેમદાવાદના ૬-૬ ગામ, વસો અને કઠલાલના ૭-૭ ગામ, માતરના ૧૪ ગામ, ખેડાના ૧૦ ગામ, કપડવંજના ૪ ગામ અને ઠાસરા તાલુકાના ૨૧ ગામોમાં ચૂંટણી યોજાશે. ૧૬ મે પછી આખરી મતદારયાદી જાહેર થશે. ત્યારબાદ ચૂંટણી આયોગ કાર્યક્રમ જાહેર કરશે. નડિયાદ સિવાયના ૯ તાલુકાની આ ૯૧ ગ્રામ પંચાયતોમાં છેલ્લા દોઢ-બે વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ૧૮૨ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.જેમાં ૧૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે અને ૧૦ ગ્રામ પંચાયતોમાં સભ્યપદ માટે મતદાન થશે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો સ્ટ્રોંગરૂમ, કાઉન્ટિંગ હોલ, પોલીંગ સ્ટાફની નિમણૂંક સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તૈયારીઓ આગામી સમયમાં ચૂંટણી આવશે તેવા સંકેતો આપે છે. જે સ્થાનિક રાજકારણમાં મહત્વના સમાચાર છે.

Advertisement