Advertisement

ખેડા જિલ્લામાં આગામી 24 કલાકમાં વરસાદ-પવનનો એલર્ટ

ખેડા જિલ્લામાં આગામી 24 કલાકમાં વરસાદ-પવનનો એલર્ટ

ખેડા જિલ્લામાં આગામી 24 કલાકમાં વરસાદ-પવનનો એલર્ટ

રાજ્યમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમના પગલે આગામી બે દિવસ દરમિયાન ચરોતરમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ખેડા જિલ્લાના તમામ તાલુકામાં મધ્મયથી ભારે વરસાદ પડશે. જ્યારે આણંદ તાલુકામાં છુટછવાયો વરસાદ પડશે.

આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યું હતું કે, રાજ્ય સક્રિય બનેલી સિસ્ટમના પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મધ્યમ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

25મી ઓગષ્ટના રોજ ખેડા જિલ્લાના તમામ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ આણંદ જિલ્લામાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના છે. તો વળી ત્રણ દિવસ દરમિયાન 40 કિમી ઝડપે ઝટકાં પવન ફુંકાવવાની સંભાવના છે. જેથી ખેડૂતોએ કેળના પાકે ટેકા આપવા તેમ વેલાવાળા શાકભાજીને નુકસાન ન થાય તે માટે મંડપને ટેકા આપવા જણાવ્યું હતું. તેમજ ખેતરોમાં પાણી ના ભરાય તે માટે તકેદારી રાખવા જણાવ્યું છે.

હાલમાં ભેજવાળુ વાતાવરણ હોવાથી ડાંગર પાકમાં જીવાતોનો ઉપદ્વવ વધવાની સંભાવના છે. જેથી લીમડા પાનના પાણી કે દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેતા વાતાવરમ હુંફાળુ રહેશે.

Advertisement