ખેડામાં ચાંદીપુરા વાયરસનો કહેર: 2 બાળકોના વાયરસથી મોત, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. આ વાયરસને કારણે 2 બાળકોના મોત થઈ ચુક્યા છે. જેને લઈને હવે તો તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.
બાળકોના મોતને લઈને હવે આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ખેડામાં કુલ 3 ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. જે પૈકી હાલ 2 બાળકોના મોત થયાં છે.