Advertisement

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી: મહિસાગરથી રેતીની લૂંટ કરતી ટોળકી પકડી

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી: મહિસાગરથી રેતીની લૂંટ કરતી ટોળકી પકડી

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી: મહિસાગરથી રેતીની લૂંટ કરતી ટોળકી પકડી

૫ યાંત્રિક નાવડી, ૩ ડમ્પરો, ૧ એક્સવેટર મશીન સીઝ કરાયા

આણંદ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમે આજે સાંજના સુમારે વાસદ નજીક આવેલા રાજુપુરા ગામની સીમમાંથી પસાર થતી મહિસાગર નદીના કિનારે છાપો મારીને ગેરકાયદેસર રીતે રેતી ખનનું રેકેટ ઝડપી પાડ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના સુમારે ખાણ ખનીજ વિભાગ અને મામલતદારની બનેલી ટીમે રાજુપુરા ગામેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે છાપો માર્યો હતો. જ્યાં નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી.

તંત્રએ સ્થળ પરથી ૫ યાંત્રિક નાવડી, ૩ ડમ્પરો અને ૧ એક્સવેટર મશીન ઝડપી પાડીને તેને સીઝ કરી દીધુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજુપુરા ગામના મહિ કાંઠે છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરીને લાખો રૂપિયાની રેતી ડમ્પરો અને ટ્રેક્ટરોમાં ભરીને લઈ જવામાં આવતી હતી. ખનિજ માફિયાઓ દ્વારા યાંત્રિક નાવડીઓ દ્વારા ખોદકામ કરીને નદીમાં મોટા-મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા તમામ વાહનો સીઝ કરીને કોના ઈશારે આ રેતી ખનન કરવામાં આવતું હતુ તેની તપાસ હાથ ઘરી છે.

Advertisement