એલ.સી.બી. આણંદની ગણનાપાત્ર કાર્યવાહી, ₹21,050 રોકડ મુદ્દામાલ જપ્ત
પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક આણંદ જી.જી. જસાણી સાહેબની સૂચના અનુસાર જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર જેવી સામાજિક બદી અટકાવવા માટે એલ.સી.બી. આણંદ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આર. બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા અધિકારી અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો રચી પેટ્રોલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ બહાદુરભાઈ નવગણભાઈને બાતમી મળી હતી કે કુંજરાવ ગામે ભાથીજીવાળા ફળીયામાં રહેતો ભુપેન્દ્રભાઈ ઉર્ફે ખાટીયો પરસોત્તમભાઈ ડાભી બહારથી માણસો બોલાવી કુંજરાવ ગલુડી વિસ્તારમાં આવેલ ખુલ્લા ખેતરમાં પત્તા-પાનાનો હારજીત જુગાર રમાડી રહ્યો છે.
આ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી જણાવેલ સ્થળે રેઇડ પાડતા ખુલ્લા ખેતરમાં પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા કુલ સાત ઇસમોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન કુલ રૂ. 21,050/-ની રોકડ રકમ તથા અન્ય જુગારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલ તમામ ઇસમો વિરુદ્ધ ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓના નામ
1. ઈમ્તીયાઝભાઈ નજીરભાઈ મલેક (ઉ.વ. 42) રહે. આણંદ, 100 ફૂટ રોડ, ગ્રીનપાર્ક
2. નાશીરમીયા ઐયુબમીયા મલેક (ઉ.વ. 40) રહે. કુંજરાવ, મલેકવાસ
3. પુનમભાઈ ઉર્ફે ગગો કાળીદાસ ચોલંકી (ઉ.વ. 29) રહે. ખડોધી, વાટાપુરા, હાલ રહે. કુંજરાવ
4. વિષ્ણુભાઈ ઉર્ફે લોટીયો મનહરભાઈ પરમાર (ઉ.વ. 32) રહે. રાસનોલ, પરવડીવાળું ફળીયું
5. અંબુભાઈ મોતીભાઈ ડાભી (ઉ.વ. 70) રહે. કુંજરાવ, ભાથીજીવાળું ફળીયું
6. અબ્બાસમીયા સિરાજમીયા મલેક (ઉ.વ. 56) રહે. કુંજરાવ, મલેકવાસ
7. જયપાલસિંહ પ્રવિણાસિંહ પરમાર (ઉ.વ. 32) રહે. ધોળી, ડેરી પાસે, ઉમરેઠ
આ કાર્યવાહીથી જુગાર જેવી બદી સામે પોલીસની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશો મળ્યો છે.