Advertisement

ખંભાતમાં ધોધમાર વરસાદે જનજીવન ઠપ્પ, ગામડાઓમાં પાણી ભરાયા

ખંભાતમાં ધોધમાર વરસાદે જનજીવન ઠપ્પ, ગામડાઓમાં પાણી ભરાયા

ખંભાતમાં ધોધમાર વરસાદે જનજીવન ઠપ્પ, ગામડાઓમાં પાણી ભરાયા

આણંદ જિલ્લાના ખંભાત વિસ્તારમાં અસહ્ય ગરમી અને બફારા બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં મીતલી, ઉંદેલ, નાના કલોદરા, સકરપુર અને કંસારી સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.

વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ વરસાદ ખેતી માટે ખૂબ લાભદાયી સાબિત થશે. જોકે, ખંભાત શહેર અને તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે..

શહેરના રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ ખંભાત નગરપાલિકાની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે.

Advertisement