ખંભાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, રાત્રિભર પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાત અને દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. આણંદ જિલ્લાના ખંભાતમાં મોડી રાત્રિથી વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારથી પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ટાવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નદી જેવા દૃશ્યો સર્જાયા હતા. વાવણીની સીઝનમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ખેડૂતો હવે ધરૂં રોપવાની કામગીરી શરૂ કરશે. વરસાદને કારણે ખંભાત પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેતીની સીઝન માટે યોગ્ય સમયે વરસાદ આવતા ખેડૂતોને રાહત થઈ છે.