Advertisement

ખંભાતના મીતલી ગામમાં કૂવામાં ગંદકી: તંત્ર દોડતું થયું

ખંભાતના મીતલી ગામમાં કૂવામાં ગંદકી: તંત્ર દોડતું થયું

ખંભાતના મીતલી ગામમાં કૂવામાં ગંદકી: તંત્ર દોડતું થયું

ખંભાત તાલુકાના મીતલી ગામમાં વણકરોના પીવાના પાણીના કૂવામાં અસામાજિક તત્વો રાત્રિના સમય દરમિયાન મળ નાખી વણકરો ના સો જેટલા પરિવારોને રંજાડતા હોવાનો મીડીયામાં અહેવાલ પ્રસિધ્ધ થતા તંત્ર દોડતું થયું છે આજે ગામના સરપંચે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે દૌડી જઈ તપાસ કરવાની માંગ કરી હતી.

તારાપુર અને ખંભાત પંથકમાં પીવાનું મીઠુ પાણી પુરૂ પાડતુ કનેવાલ તળાવમાં હાલમાં રિમોડેલિંગની કામગીરી ચાલી રહી છે. જેથી ભાલ પંથકના ગામોમાં પંદર દિવસે પાણી અપાય છે. તેના કારણે ભાલ પંથકના ખંભાત તાલુકાના ગામોના રહીશો વર્ષો જૂના કૂવામાંથી પાણી મેળવી પોતાની પાણીની જરૂરીયાત સંતોષી રહ્યા છે.

ખંભાત તાલુકાના મીતલી ગામમાં અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ કૂવા છે. જેમાં તળાવ કિનારે આવેલ વણકરોના કૂવામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સુમારે શૌચક્રિયા કરી પાણીને ગંદુ અને દૂષિત કરવામાં આવી રહ્યું હોઈ વણકરોના સો જેટલા પરિવારો પીવાના પાણીની ભારે સમસ્યા વેઠી રહ્યા છે. આ મતલબની મીડીયામાં અહેવાલ પ્રસિધ્ધ થતા તંત્ર દોૈડતુ થયું છે. મીડીયામાં પ્રસિધ્ધ થયેલા આ અહેવાલ અંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે મીતલી ગામના સરપંચને ફોનથી જાણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચન કર્યુ હતું તેના પગલે મીતલી ગામના સરપંચ રણછોડભાઈ જાદવે આજે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે પહોંચી જઈ લેખિત રજૂઆત કરી તપાસ કરવાની માંગણી કરી હતી. બીજી તરફ છેલ્લાં ઘણા સમયથી કૂવામાં ગંદકી હોવાની બાબતે વણકર પરિવારોની મહિલાઓએ હલ્લાબોલ કરી હતી અને આ અંગે અગાઉ સરપંચને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ કર્યાનો આક્ષેપ કર્યો હતો.

ગંદકી કરતા કોઈએ જોયા નથી એટલે કોનું નામ આપવું : સરપંચ
મીતલી ગામના સરપંચ રણછોડભાઈ જાદવે આ અંગે જણાવ્યું હતું કે મને આ બાબતની જાણ જ નથી આજે હું બહાર હતો ત્યારે ધારાસભ્યએ મને ફોનથી જાણ કરી હતી તેથી તુરંત જ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે પહોંચી જઈ લેખિત જાણ કરી તપાસ કરવાની માંગણી કરી છે. વધુમાં ઉમેર્યુ હતું કે રાત્રિના સુમારે કોઈ અસામાજિક તત્વો દ્વારા કૂવામાં ગંદકી કરાઈ હશે પણ કોઈએ કોઈને જોયા નથી એટલે કોનું નામ આપવું વણકરો પણ કોઈનું નામ આપતા નથી.

Advertisement