કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આણંદ પ્રવાસનો બીજો દિવસ:જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના કાર્યક્રમોની વિગત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં આણંદમાં અમૂલના સ્થાપના દિવસના સમારોહમાં હાજર રહેશે. તથા ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તથા IDMC દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે તથા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધિકારી ગણ સાથે સંવાદ કરશે.
જાણો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના કાર્યક્રમોનીવિગત
વિગતકાર્યક્રમ 1 ( જાહેર કાર્યક્રમ ) - સહકારી મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત સમારોહસમય - 10.45 કલાકેસ્થળ - અમૂલ ડેરી, આણંદ
કાર્યક્રમ 2 ( જાહેર કાર્યક્રમ ) - ભારતીય રાષ્ટ્રીય સરકારી ડેરી મહાસંઘના નવીન કાર્યાલયનું ઉદ્ધાટનસમય - બપોરે 1.35 કલાકેસ્થળ - વડોદરા હાઈવે, વઘાસી, આણંદ
કાર્યક્રમ 3 - રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની પેટા કંપની IDMC LTD દ્વારા સ્થાપિત રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટનો ઉદ્ઘાટન કાર્યક્રમસમય - બપોરે 1.55 કલાકેસ્થળ - વિઠ્ઠલ ઉદ્યોગનગર, આણંદ
કાર્યક્રમ 4 - રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવીન કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહસમય - બપોરે 2.10 કલાકેસ્થળ - જાગનાથ મહાદેવ પાસે , આણંદ
કાર્યક્રમ 5 - રાષ્ટીય ડેરી વિકાસ બોર્ડના અધિકારીગણ સાથે સંવાદસમય - બપોરે 2.30 કલાકેસ્થળ - સરદાર પટેલ બોર્ડ રૂમ, NDDB, આણંદ