કેદારનાથ યાત્રા માર્ગે શું બની ઘટના? જાણો ભુસ્ખલન અંગેનો અહેવાલ
ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે.
જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે, ભુસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા. જેમાં બેના મોત થયા છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના લીધે ભુસ્ખલનની દુર્ઘટના વધી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર પૂર્વાનુમાન અનુસાર, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના દર્શાવાઈ છે. 23 જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ છે.