Advertisement

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર જાહેર રોડ ઉપરના દબાણો દૂર કરાયા

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર જાહેર રોડ ઉપરના દબાણો દૂર કરાયા

 આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગ ઉપર લોકો ને અડચણરૂપ થાય તેવા દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.  જે અંતર્ગત આજે આણંદ ટાઉનહોલ પાસેના જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે દબાણ ન કરવા જણાવવામાં આવ્યું છે. જે લારી ગલ્લાઓ જાહેર રોડ ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે સામાન મુકશે તો મનપાની ટીમ દ્વારા નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Advertisement