Advertisement

કરમસદમાં રેશનકાર્ડ ધારકો સાથે 8 કિલો અનાજમાં છેતરપિંડી

કરમસદમાં રેશનકાર્ડ ધારકો સાથે 8 કિલો અનાજમાં છેતરપિંડી

કરમસદ મૃત્યજય મહાદેવ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજ દુકાનના સંચાલક દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રેશનકાર્ડ ધારકોને સરકારે નક્કી કરેલ ધારણાધોરણ મુજબ અનાજ આપવામાં આવતું નથી. જેને લઇને રેશનકાર્ડ ધારકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રેશનકાર્ડ ધારકોએ સંચાલક દ્વારા અનાજ સગેવગે કરી દેવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ આણંદ મનપાના મૃંત્યજય મહાદેવ વિસ્તારમાં આવેલી સસ્તાની અનાજની દુકાન પર રેશનકાર્ડ ઘારકો તહેવાર ટાંણે અનાજ લેવાય જાય છે.ત્યારે દુકાનદાર દ્વારા 18 કિલો બાજરી અને ઘંઉની જગ્યાએ માત્ર 14 કિલો અનાજ આપવામાં આવે છે. તો વળી ચણા સ્ટોકમાં નથી. તેમ કહીને વિતરણ કરવામાં આવતું નથી. જેને લઇને ગરીબ વર્ગના પરિવાર પાંચ થી વધુ સભ્યો તેઓને એક માસ બે ટાઇમ ખાવું શું તે પ્રશ્ન થઇ પડયો છે.

જે બાબતે રેશનકાર્ડ ધારકો દુકાનદારને રજૂઆત કરે તો ઉધત જવાબ આપે છે. જે બાબતે આખરે સ્થાનિકો દ્વારા પુરવઠા વિભાગને રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે. મનપા વિસ્તારના કરમસદ સહિત છેવાડા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં પુરતા પ્રમાણ અનાજ વિતરણ કરવામાં આવતું નહીં હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે. પરંતુ તંત્ર દ્વારા દુકાનદારો સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના કારણે બેફામ બની ગયા છે. જેના કારણે રેશનકાર્ડ ધારકોને હાલાકી વેઠવાનો વખત આવે છે.

Advertisement