કરમસદમાં મનપાની અચાનક તપાસ: ત્રણ બેકરી પર ₹1.30 લાખનો દંડ
કરમસદ આણંદ મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાના આરોગ્ય અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ એવન બેકરી, એવરગ્રીન બેકરી, ઝમઝમ બેકરી અને એસ. એસ ટાયર્સ આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એકસપાર્ય ડેટનો મેદાનો ભરેલી થેલીઓ સહિત અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. વાનગી તૈયાર કરવાના મશીનો ગંદકી સામ્રાજય જોવા મળતાં ત્રણ બેકરીને મળીને રૂ 1.30 લાખનો દંડ ફટકાર્યો છે.જયારે એસ.એસ. ટાયર્સની દુકાનમાંથી મચ્છરના પોરા મળતાં દંડ ફટકાર્યો હતો.
આણંદ મનપાના એસ્ટેટ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ ભેગા મળી શહેરની જુદી જુદી બેકરીઓ સહિત દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં એવન બેકરી, એવરગ્રી બેકરી અને ઝમઝમ બેકરીમાંથી એકસપાર્ટ ડેટનો મેદાનો લોટ સહિત ચીજવસ્તુઓ મળી આવી હતી.તેમજ તમામ બેકરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉપયોગ મોટાપ્રમાણ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમજ બેકરી વસ્તુઓ બનાવવા માટે વપરાતા મશીનો પર ગંદકી છવાયેલી જોવા મળી હતી. તેમજ દુકાન બહાર નડતર રૂપ સામાન મળી આવતા મનપા દ્વારા વહીવટી ચાર્જ પેટે રૂ.1.55 લાખ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.જેમાં એવન બેકરી પાસેથી રૂ 80હજાર , એવર ગ્રીન બેકરી પાસેથી રૂ 30 હજાર, ઝમ ઝમ બેકરીના રૂ 20,000 અનેએસ.એસ. ટાયર્સ પાસેથી રૂ 25,000 દંડ ફટકારવામાં આવ્યો છે.આ દંડમાં એસ્ટેટ વિભાગના રૂ. 85000 તથા આરોગ્ય વિભાગના રૂ70000 મળીને કુલ રૂ 1.55 લાખનો વહીવટી ચાર્જ દંડ સ્વરૂપે સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે.