કરમસદમાં ગટર કામ અધૂરું: ત્રણ મહિના બાદ પણ હાલત યથાવત
કરમસદ આણંદ મનપા હેઠળ આવેલા સરદાર પટેલના વતન એવા કરમસદ ગામમાં છેલ્લા 6 માસથી એક પણ વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. કરમસદમાં સોસાયટીઓને જોડતા માર્ગ પર ગટર લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ત્રણેક માસથી કામ અધરૂ છોડી દેવામાં આવતાં નગરજનો ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે.જે બાબતે ગ્રામજનો દ્વારા મનપા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી
પ્રાપ્ત માહિતી અનુસાર ગત માર્ચમાં કરમસદ આણંદ મનપા બન્યા બાદ વિકાસના કામો ગ્રાફ માત્ર કાગળ પર રહેવા પામ્યું હોય તેમ કરમસદ નો મનપામાં સમાવેશ છતાં સરદાર પટેલની કર્મભૂમિ વિસ્તારમાં વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં પાછીપાની કરવામાં આવતાં રોષ જોવા મળી રહ્યો છે. કરમસદ વિસ્તારમાં આવેલ મેપલ ઓએસીસ બહુમાળી બિલ્ડીંગ સહિત આજુબાજુની સોસાયટી વિસ્તારને ટીપી સાથે જોડતા માર્ગ પર ગટરલાઇનની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ ત્રણેક માસથી કામ બંધ કરી દઇને અધૂરુ છોડી દેવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકો ને આવાગમન માટે હાડમારી ઉભી થતાં આશરે છ હજાર પરિવારો પાયાની સુવિધાઓ થી વંચિત રહેતા સ્થાનિકો માં રોષની લાગણી પ્રવર્તી રહ્યો હોવાનું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છેકે બે દિવસ પૂર્વ માવઠાના કારણે ઠેરઠેર પાણી ભરાતાં સદર માર્ગ પર પણ પાણી ભરાતાં વાહનો ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો