ઓવરલોડ અને ઓવરસ્પીડ વાહનો સામે કડક કાર્યવાહી
આણંદ શહેર સહિત જિલ્લામાં જાહેર માર્ગો પર અકસ્માતના ભારણ વધી ગયું છે.ત્યારે આણંદ જિલ્લા વહીવટીતંત્રએ એકશન પ્લાન તૈયાર કરીને ટીમોએ ઠેર ઠેર ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જો કે ચેકીંગ દરમિયાન માર્ગો પર ઓવરલોડ માલ ભરીને જતાં કુલ 162 વાહન ચાલકો સામે કેસ કરીને 17 લાખ ઉપરાંત માતબર રકમનો દંડ ફટકાર્યો છે. જ્યારે આરટીઓ વિભાગે માર્ગ પર સ્પીડ લીમીટ નક્કી કરેલ હોવા છતાં વધુ સ્પીડે વાહન હંકારતા 335 ચાલકો સામે કેસ કરીને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં ટ્રાફિક નિયમની ઐસી તે સી કરીને વાહનો બેફામ હંકારતા હોય છે. ત્યારે આણંદ આરટીઓ સહિત ટ્રાફિક પોલીસે શહેરના સામરખા ચોકડી,ચિખોદરા ચોકડી ,બોરસદ ચોકડી,વાસદ ચોકડી સહિત અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે ઉપર ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેના ભાગરૂપે ટ્રાફિક નિયમનો ભંગ કરતાં 1255 વાહનચાલકો સામે કેસ કરવામાં આવ્યાં હતા. જેના ભાગરૂપે આરટીઓએ અધિનિયમ મુજબ ચાર કરોડ માતબર રકમનો સ્થળ પર દંડની વસૂલાત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હેલ્મેટ વગર વાહન હંકારતા લાયસન્સ વગર ,વીમા ,પીયુસી સહિત રોગસાઇડ વાહન હંકારતા હોવાનું વાહનચાલકોને ઝડપી પાડીને અકસ્માત અટકાવવાના ભાગરૂપે જરૂરી સુચનાઓ આપવામાં હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું.