ઓમકારેશ્વર મહાદેવ સામે લાઇટ-પાણી વગરનો બગીચો, સિનિયર સિટીજનો પરેશાન
આણંદ શહેરના ઓમકારેશ્વર મહાદેવ સામે 2024માં બગીચો ખુલ્લો મુકાયો હતો. જે તે સમયમાં રમતગમતના સાધનો સહિત અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. જાળવણીના અભાવે મોટાભાગના રમતગમતના સાધનો તુટી ગયા હતા. તેમજ બગીચા કોઇ જગ્યાએ પીવાના પાણીની સુવિધા નથી. બગીચામાં મુકવામાં આવેલા 18 સ્ટ્રીટ પોલમાંથી 6 પોલમાં એલડીલાઇટો ઉડી ગઇ છે. જ્યારે બાકી 12 ચારપાંચ દિવસ બંધ રાખવામાં આવે છે. જેના કારણે સિનિયર સિટીજનો સવારે વોકીંગ માટે આવે ત્યારે લાઇટો બંધ રહેતી હોવાથી ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે. બગીચામા સિક્યુરીટી ગાર્ડનો અભાવ જોવા મળે છે. આ બાબતે મનપા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પલગાં લેવાતા નથી.
મનપા લાઇટીંગ વિભાગમાં ફરિયાદ કરવા છતા યોગ્ય પગલા નહીં
મનપા લાઇટીંગ વિભાગમાં ફોન કે કમ્પલેઇન નંબર ફોન કરી તો આખી વાત સાંભળ્યા બાદ જે તે વિભાગમાં મોકલે છે. ત્યાં નવસરથી વાત કરી પડે પછી પાછા એન્જીનિયરને આપે તો પુન :વાત દોરાવી પડે છે. ત્યારબાદ મોબાઇલ નંબર લખાવો, ફરિયાદોનો નિકાલ થઇ જશે. તેવા જવાબ આપે છે. ફરિયાદ કર્યા બાદ પણ ચાર પાંચ દિવસ કોઇ દેખાતુ નથી. જેથી ફરી ફોન કરી તો યોગ્ય રીતે જવાબ આપતું નથી. જેને લઇને નગરજનો હાલાકી વેઠવી પડે છે.