Advertisement

એશિયા કપ પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો, Dream-11એ Sponsorship છોડ્યું

એશિયા કપ પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો, Dream-11એ Sponsorship છોડ્યું

એશિયા કપ પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો, Dream-11એ Sponsorship છોડ્યું

એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCI ને જાણ કરી છે કે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે. હાલમાં જ સંસદમાં  પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે Dream11 ના ફુલે ફાલેલા બિઝનેસ પર મોટી અસર  થઈ છે..

BCCI એ ટૂંક સમયમાં નવો સ્પોન્સર શોધવો પડશે

મીડિયા રિપોર્ટ પ્રમાણે Dream11 ના પ્રતિનિધિઓ મુંબઈમાં BCCI ઓફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થવાનું છે. હવે  Dream11 સ્પોન્સરશીપ પાછી ખેંચી લેતા BCCI એ ટૂંક સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે.

BCCI ના એક અધિકારીએ આ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, 'Dream11 ના પ્રતિનિધિઓએ BCCI ઓફિસની મુલાકાત લીધી હતી. તેઓએ CEO હેમાંગ અમીનને જાણ કરી હતી કે Dream11 હવે આ ડીલ આગળ વધારવા સક્ષમ નથી. જેના કારણે તે એશિયા કપ માટે ભારતીય ટીમનું સ્પોન્સર નહી કરે. BCCI ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે.'

ડ્રીમ11 એ કેટલામાં થઈ હતી ડીલ

ડ્રીમ11 એ જુલાઈ 2023 માં BCCI સાથે 358 કરોડ રૂપિયાની મોટી રકમથી ડીલ કરી હતી. જે હેઠળ ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ માટે સ્પોન્સરના રાઈટ્સ મેળવ્યા હતા. ત્યારબાદ ડ્રીમ11 એ બાયુઝ ( Byju’s) ને રિપ્લેસ કરી હતી.

Advertisement