એનઓસી વગર ચાલતા જલપરીના આયોજકોને મનપાની ક્લોઝર નોટીસ
આણંદ શહેરમાં રાજપથ માર્ગ પર આવેલા એક મેદાનમાં માર્કેટ સહિત જલપરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ પ્રાંત અધિકારી, મનપા ડેપ્યુટી કમિશ્નર સહિત ફાયર વિભાગની ટીમોએ સ્થળ મુલાકાત લેતા આયોજકો દ્વારા મનપામાંથી કેટલીક જરૂરી મંજૂરી લીધી ન હતી. તેમજ ફાયલ એનઓસી મેળ્યું ન હતું.જેથી મનપાએ તાત્કાલિક ક્લોઝર નોટીસ પાઠવી બંધ કરાવી દીધુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના રાજપથ માર્ગ જલપરી આયોજન સ્થાનિક સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે મનપા નિયમોની સરઆમ ઉલ્લઘંન કરીને ટેન્ટ ઉભા કર્યા હતા. તેમ મનપા પાસે જરૂરી મંજૂરી જેવી કે મંનોરજન માટે મંજૂરી, તેમજ ફાયર એનઓસી લીધું ન હતું. જ્યારે પ્રાંત અધિકારી અને મનપા ડેપ્યુટી કમિશ્નર સ્થળ મુલાકાત લઈ બંધ કરાવી દીધું હતું.
શહેરમાં ટેન્ટ બાંધીને ધંધો કરતાં સંચાલકો નિયમો પાલન કરતાં નથી આણંદ મનપા હેઠળ આવેલા પ્લોટ થતાં ખાનગી પ્લોટમાં જુદા જુદા સંચાલકો દ્વારા મેળા સહિત જુદા જુદા કાર્યક્રમો માટે ટેન્ટ બાંધીને ધંધો કરવામાં આવે છે. પરંતુ મનપા નિયમોનું પ્લાન કરવામાં આવતું નથી. ફાયર સેફટીના સાધનો વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેમજ એક ગેટ રાખવામાં આવતાં હોવાતી આકસ્મિક સમયે ભાગદોડ થાય તો બીજો કોઇ બહાર નીકળવાનો રસ્તો રાખવામાં આવતો નથી. તેમજ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતી નથી. સ્વચ્છતા જાળવવા માટે કોઇ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતાં નહીં હોવાથી ગંદકી સામ્રાજય છવાઇ જાય છે. આવી સ્થિતી જલપરીમાં જોવા મળતાં મનપા નોટીસ ફટકારી છે.