Advertisement

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યનાં કારણોસર રાજીનામું આપ્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યનાં કારણોસર રાજીનામું આપ્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આરોગ્યનાં કારણોસર રાજીનામું આપ્યું

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર હેન્ડલ ઉપર તેમનું રાજીનામું પોસ્ટ કરવામાં આવ્યું છે.

ધનખડે પોતાના રાજીનામામાં લખ્યું છે કે તેઓ 'આરોગ્યનાં કારણોસર અને તબીબી સલાહ'ને પગલે રાજીનામું આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સંબોધીને લખેલા પત્રમાં તેમણે કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રીમંડળ તથા સંસદસભ્યો તરફથી મળેલા સહકાર બદલ તેમનો આભાર માન્યો હતો.

ધનખડે રાજીનામાના પત્રમાં 'દેશના અસામાન્ય વિકાસના પરિવર્તનકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદે રહેવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે ભારતના વૈશ્વિક વિકાસ, અસામાન્ય સિદ્ધિઓ તથા ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે ગર્વ અને વિશ્વાસની લાગણી વ્યક્ત કરી છે.

Advertisement