આણંદ શહેરમાં પહેલીવાર 5 સીટીબસ દોડાવી સાત રૂટ થકી 65 ટ્રીપ આવરી લેવા આયોજન
આણંદ મનપા બન્યા બાદ નગરજનોએ સીટી બસ સેવા શરૂ થશે તેવી આશા સેવી રહ્યાં છે. આણંદ મનપા કમિશ્નર મિલિન્દ બાપના દ્વારા આણંદ શહેરમાં ટુક સમયમાં સીટી બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.
જે માટે હાલ સરકારમાંથી સીટી બસો મળે તેમ ન હોવાથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત આણંદમાં શહેરમાં એસ ટી નિગમ સાથે એમઓયુ કરીને પ્રારંભીક ધોરણે 5 મુખ્ય રૂટ પર સીટી બસ દોડવાવાનો નિર્ણય કર્યો છે.
આણંદ મનપા દ્વારા કરમસદ હોસ્પિટલ, લાંભવેલ ,મોગરી, ગામડી અને જીટોડિયા છેવાડા વિસ્તારને આવરી લઇને સીટી બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. પ્રારંભિક ધોરણે નડિયાદની જેમ 5 રૂટ પર જીએસઆરટીસી ની સીટી બસો દોડાવાઈ છે. જેમાં જુદા જુદા રૂટમાં 12 થી વધુ સ્ટોપેજોને આવરી લેવામાં આવ્યા છે.આમ કુલ શહેરના 50 થી વધુ સ્થળો સ્ટોપઆપવામાં આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિવસભર આ બસો 65 જેટલી અપ અને ડાઉનની ટ્રીપો મારશે.
આણંદ શહેર સીટી બસ સેવા શરૂ કરવામાં આવનાર છે. જેમાં પ્રાથમિક ધોરણે 5 એસટીબસો શહેરના અલગ અલગ વિસ્તારમાં દોડાવવામાં આવશે. આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલા પીકઅપ સ્ટેન્ડથી આ સેવા નિયક કરેલા શહેરના વિવિધ વિસ્તારો આવરી લઇને દોડવવામાં આવશે. જેમાં આણંદ શહેરના મોટીશાકમાર્કેટ, અમૂલ ડેરી રોડ, ગણેશ ચોકડી, રાજોડપુરા, બોરસદ ચોકડી , અમીન ઓટો સાગોળ પુરા , મોગરી, વિદ્યાનગર જીઆઇડીસી, કરમસદ, લાંભવેલ તરફના રૂટ પર રેલ્વે સ્ટેશન થી નીકળી જૂના રસ્તા થઇને પાયોનિયર હાઇસ્કૂલ, મહેન્દ્ર શાહ ચોકડી, સરદાર પોલીસ ચોકી, ઇન્દિરા સ્ટેસ્યુ થી લાંભવેલ તરફ દોડશે. સીટી બસની આ સેવા સવારે 6:30થી રાત્રે 8 સુધી મળશે.
વધુમાં વઘુ રૂપિયા 20 ભાડું વસુલવામાં આવશે
આણંદ શહેરમાં સીટી બસ દોડાવવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. જે માટે વિવિધ પાસા પર ચર્ચા ચાલી રહી છે. હાલમાં ગુજરાત એસ ટી નિગમ સાથે શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત પ્રારંભિક તબક્કામાં 5 બસ એસટી નિગમ દ્વારા દોડાવવા માટે વાત ચીત ચાલી રહી છે. જો નક્કી થશે તો શહેરમાં જુદા જુદા રૂટ પર દોડાવવામાં આવશે. ઓછામાં ઓછા રૂ 10 અને વધુમાં વધુ રૂ 20 ભાડુ વસુલાશે. > એસ કે ગરવાલ, ડેપ્યુટી કમિશ્નર આણંદ