Advertisement

આણંદ શહેરમાં નાની ખોડીયારથી મોટી ખોડીયારને જોડતા માર્ગ પર પ્રથમ વરસાદમાં જ સમગ્ર કીચડનું સામ્રાજ્ય

આણંદ શહેરમાં નાની ખોડીયારથી મોટી ખોડીયારને જોડતા માર્ગ પર પ્રથમ વરસાદમાં જ સમગ્ર કીચડનું સામ્રાજ્ય

આણંદ શહેરમાં નાની ખોડીયારથી મોટી ખોડીયારને જોડતા માર્ગ પર પ્રથમ વરસાદમાં જ સમગ્ર કીચડનું સામ્રાજ્ય

આણંદ શહેરમાં નાની ખોડીયારથી મોટી ખોડીયારને જોડતા માર્ગ પર ભુગર્ભ ગટર યોજના માટે ખાડા ખોદી પાઈપ લાઈનો નાખવા માટે રોડ ખોદી નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ નહી થતા તેમજ નવો રોડ બનાવવામાં નહી આવતા પ્રથમ વરસાદમાં જ સમગ્ર માર્ગ પર નર્કાગાર જેવી સ્થિતીમાં ફેરવાઈ ગયો છે,માર્ગ પર કાદવ કિચડ અને ખાડાઓ હોવાનાં કારણે 2 દિવસમાં 30થી વધુ વાહનો ફસાયા છે.

છેલ્લા ચાર વર્ષથી આ માર્ગ બિસ્માર છે,અને સ્થાનિક રહીસો દ્વારા અનેક વાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ માર્ગ નવો બનાવવામાં આવતો નથી જેનાં કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને પારાવાર હાલાકી અનુભવવી પડે છે,વરસાદ દરમિયાન સમગ્ર માર્ગ લપસણો અને કાદવ કિચડ વાળો બની જાય છે,જેને લઈને નાના બાળકો તેમજ સિનિયર સિટીઝનો આ માર્ગ પરથી પસાર થઈ શકતા નથી, મોટી ખોડીયાર રોડ પર શીવશકિત સોસાયટી પાસેનાં માર્ગ પર ભુવાઓ પડયા છે, અને ભુવામાં ડમ્પર ફસાવાવાનાં કારણે ડમ્પર એક બાજુ નમી પડયું હતું,જેને ખાલી કરીને ડમ્પર ભુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Advertisement