Advertisement

આણંદ મહાનગરપાલિકા ફરી એક્શન મોડમાં: પુલ નીચેના દબાણો સાફ

આણંદ મહાનગરપાલિકા ફરી એક્શન મોડમાં: પુલ નીચેના દબાણો સાફ

આણંદ મહાનગરપાલિકા ફરી એક્શન મોડમાં: પુલ નીચેના દબાણો સાફ

આણંદ : આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં દબાણ હટાવ ટીમ દ્વારા વારંવાર કામગીરી કરવામાં આવતી હોવા છતાં તકેદારીના અભાવે ફરીથી દબાણો ઉભા થઈ જાય છે. ત્યારે મહાનગરપાલિકાની વિદ્યાનગર એલિકોન માર્ગ પાસે તથા આણંદની બોરસદ ચોકડીએ આવેલા પુલ નીચે થી અંદાજિત ૩૫થી વધુ દબાણો દૂર કરાયા હતા. 

આણંદ મહાનગરપાલિકાના દબાણ વિભાગના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ ભાગોમાંથી દબાણ સંદર્ભે ફરિયાદો મળતી હોય છે. જે અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા બે ટ્રેક્ટર તથા એક જેસીબી અને ૧૫ કર્મચારીની ટીમ સાથે વિદ્યાનગરના એલિકોન રોડ પાસે રાજમાર્ગ રોડ નજીક ૧૫ જેટલા લારી-ગલ્લાવાળાઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ટીમ દ્વારા દબાણકર્તાઓને ફરીથી દબાણ ન સર્જાય તે માટેની તાકીદ પણ કરાઈ હતી. જ્યારે આણંદ શહેરની બોરસદ ચોકડીએ આવેલ પુલની નીચેથી પણ ૧૫થી વધુ લારી- ગલ્લા અને પાથરણા વાળાઓને પણ દૂર કરવામાં આવ્યા હતા.  આણંદ મનપા દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર દબાણો નિયમિત રીતે દૂર કરવામાં આવે તેવું આયોજન કરાય તેમજ શહેરના બસ સ્ટેન્ડ, હોસ્પિટલ વિસ્તાર, ગીડ ચોકડી, લાંભવેલ રોડ ઉપર પણ દબાણ હટાવવામાં હટાવ્યા બાદ ફરી દબાણ ઉભા ન થાય તેવું આયોજન કરાય તેવી માંગણી નગરજનોમાં ઉઠી રહી છે.

અગાઉ આણંદ વિદ્યાનગર રોડ તેમજ ટૂંકી ગલી, બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણો દૂર કરતી વખતે લારીઓવાળા તરફથી વિરોધ અને બોલાચાલીના લીધે કામગીરીમાં વિલંબ સર્જાયો હતો. જેથી દબાણ હટાવ ટીમ પોલીસને સાથે રાખી કામગીરી કરી રહી છે.

Advertisement