આણંદ મનપા સાથે જોડાયેલા ગામડીને જોડતા 4 માર્ગો : 1.69 કરોડના ખર્ચે આરસીસી બનશે
કરમસદ આણંદ મનપામાં ગામડી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ગામડી ગામેથી આણંદ શહેરમાં આવવા માટે બે માર્ગ છે. પરંતુ બંને વચ્ચે રેલ્વે લાઇન હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. મોટા વાહનોને નેશનલ હાઇવે પર થઇને જવાનો વખત આવતો હતો. તેને ધ્યાને લઇને મનપા દ્વારા ગામડીને જોડતા ચાર માર્ગો પર આરસીસી રોડ બનાવવા માટે રૂ 1.69 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેનું ખાતમુહુર્ત કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવતાં ટુંક સમયમાં ગામડીમાં પ્રવેશના પાંચ માર્ગો બની જતાં લોકોને રાહત થશે.
કરમસદ આણંદ મનપા દ્વારા ગામડી તળાવ ભરવાડ ટેકરા થી ગામડી ફાટક તરફ જતાં માર્ગ પર આરસીસી રોડ રૂ 51 લાખના ખર્ચે ,ભાલેજ રોડ જકાતનાકા થી ઇરફાન નગર થઇને ભરવાડ ટેકરા સુધીનો માર્ગ પર આરસીસી રોડ રૂ 57.39 લાખ,રેલ્વે ફાટક થી ગામડી બેંક ઓફ બરોડા થઇ ગામડી ગામ ચોક સુધીનો રોડ રૂ 41.90 અને ગામડી પંચાયત ચોકનો રસ્તા પર રૂ 19.15 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવશે.ગામડી ગામને જોડતા તમામ માર્ગો પર આરસીસી રોડ બનતા નગરજનો અવરજવર કરવામાં સરળતા રહેશે.