Advertisement

આણંદ મનપાની તબીબી ટીમનો સફાઇ ધમાકો: બેકરી અને ચાઇનીઝ સંસ્થાઓ પર છાપો, 1.13 લાખનો દંડ

આણંદ મનપાની તબીબી ટીમનો સફાઇ ધમાકો: બેકરી અને ચાઇનીઝ સંસ્થાઓ પર છાપો, 1.13 લાખનો દંડ

આણંદ મનપાની તબીબી ટીમનો સફાઇ ધમાકો: બેકરી અને ચાઇનીઝ સંસ્થાઓ પર છાપો, 1.13 લાખનો દંડ

આણંદ મનપાની આરોગ્ય અને મેલેરિયા વિભાગની ટીમોએ આજે વિવિધ વિસ્તારોની બેકરી અને તવા ફ્રાય-ચાઇનીઝ ખાણીપીણીના સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં સ્વચ્છતાનો અભાવ અને મચ્છરોની ઉત્પત્તિ જોવા મળતા કુલ ૧.૧૩ લાખ દંડ વસૂલ કર્યો હતો.

મળતી વિગતોમાં આજે મનપાની ટીમોએ ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, ન્યુ લ-મી બેકરી, એ વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરીમાં તપાસ કરતા સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમે વહીવટી ચાર્જ પેટે કુલ ૧.૦પ લાખ દંડ વસૂલ્યો હતો. ઉપરાંત મનપાના મેલેરિયા વિભાગ દ્વારા ક્રિસન્ટ રેસ્ટોરન્ટ, બોમ્બે બિરયાની, ઇમરાન તવા ફ્રાય એન્ડ ચાઇનીઝ, મોહમ્મદ ફૈઝાન, બબલુભાઇ, ઇમરાન તવા ફ્રાય અને ઇમરાન અન્સારીના ખાદ્ય એકમો ખાતે તપાસ કરી હતી. જેમાં સ્વચ્છતાનો અભાવ તથા મચ્છરોની ઉત્પત્તિ થયેલ માલુમ પડતા આ એકમો પાસેથી કુલ રૂ.૮૮૦૦ દંડની વસૂલાત કરી હતી.

Advertisement