આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઘી તપાસ ડ્રાઇવ, 34 નમૂના લેબમાં મોકલાયા
આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાના અલગ- અલગ તાલુકાના નગરજનોને શુધ્ધ ખોરાક મળી રહે તેવા ઉદેશ્ય સાથે જુદી જુદી ટીમો બનાવીને આણંદ શહેરમાં 20 વધુ દુકાનો અને જિલ્લામાં 30 વધુ એકમો તપાસ હાથધરી હતી. ટીમોએ ત્રણ દિવસ સુધી ઘી નું ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ તેમજ મિઠાઇ બનાવામાં તેમજ હોટેલ,રેસ્ટોરન્ટમાં વપરતા ઘી ની પેઢીમાથી ''ઘી'' ના નમુનાની લેવાની સ્પેશીયલ ડ્રાઇવ નું આયોજન કરી અને કુલ 21 પેઢીઓની તપાસ કરી હતી અને જુઠા - જુદા ઘી (લુઝ) તેમજ જુદી - જુદી બ્રાડના ઘી (પેક) ના કુલ 34 નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.