Advertisement

આણંદ દાંડી માર્ગ પર 1.21 કરોડનો RCC રોડ, બે મહિનામાં તૈયાર

આણંદ દાંડી માર્ગ પર 1.21 કરોડનો RCC રોડ, બે મહિનામાં તૈયાર

આણંદ શહેરના લાંભવેલ દાંડી માર્ગ પર જૂની પનઘટ હોટલ થી ગંગદેવનગર રોડ 7 વર્ષ અગાઉ બનાવ્યો હતો. જે સારી હાલતમાં હતો, જો કે દોઢ વર્ષ અગાઉ ગટર લાઇન સહિત અન્ય પાઇપ લાઇનોની કામગીરીના પગલે એક સાઇડો રોડ તુટી ગયો હતો.તેમજ ટી સ્કેવર પાસે વરસાદી પાણી ભરાતાં તુટી ગયો હતો.જેથી નગરપાલિકાના શાસન દરમિયાન આરસીસી રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી. જે મનપા શાસન દરમિયાન મંજૂર થતાં1.21 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે બે માસમાં પૂર્ણ કરવામાં આવશે. હાલમાં જમણી સાઇડ રોડનું કામ હાથ ધરાયું છે.તે પૂર્ણ થાય બાદ ડાબી બાજુએ બનાવાશે .

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના દાંડી માર્ગ પાસે જૂની પનઘટ હોટલ થી ગંગદેવનગરને જોડતો 500 મીટરનો માર્ગ 7 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણ વખત સમારકામ કરીને ડામરની ચાદર પાથરવામાં આવી હતી. નગરપાલિકાના શાસન દરમિયાન ટકાઉ આરસીસી રોડ બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી હતી. જે મનપા બન્યા બાદ દરખાસ્ત મંજૂર થઇ હતી. જેથી હાલમાં 1.21 કરોડના ખર્ચે આરસીસી રોડ અને બંને બાજુએ પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ વિસ્તારમાં નવી હોસ્પિટલો બની છે. તેમજ 40 વધુ સોસાયટીઓની અવરજવર માટે રસ્તો હોવાથી ટકાઉ આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ટી સ્કવેર પાસે વરસાદી પાણી ભરાતાં 200 મીટરનો માર્ગ તુટી જતો હતો: હવે વર્ષો સુધી નહીં તુટે

આણંદ મનપા માર્ગ મકાન વિભાગના ઇજનેર જીગર પટેલે જણાવ્યું હતું કે, રોડ બનાવે ઘણો સમય થયો છે. ગટરની પાઇપો નાંખવા માટે ખોદકામ કરતાં જમણી બાજુનો રસ્તો તુટી ગયો હતો. તેમજ ટી સ્કવેર પાસે વરસાદી પાણી ભરાતાં માર્ગ હોવાથી 200 મીટર માર્ગ તુટી જતો હતો.જેથી આ માર્ગ વર્ષોસુધી તુટે નહીં તે માટે 1.21 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે.

નવો રોડ બનતા ઇન્દિરા સ્ટેચ્યુ પાસે ટ્રાફિક ભારણ ઘટશે

ટી સ્કેવર સુધી આરસીસી રોડ બનતા ઇન્દિરા સ્ટેચ્યુ પાસે ટ્રાફિક ભારણ ઘટશે. લાંભવેલ થી આણંદને જોડતા દાંડીમાર્ગ થઇને બોરીઆવી તરફથી આવતાં વાહનો 100 ફૂટ રોડ થઇને શહેરમાં ઇસ્માઇલ નગર તરફ જાય છે.જેના કારણે ઇન્દિરા સ્ટેચ્યુ પાસે સવાર સાંજ વાહનો ભારણ વધી જતાં ટ્રાફિક જામ થઇ જાય છે. ત્યારે આ આરસીસી રોડ બનતા ગંગદેવનગર થઇને ભવનાથ મહાદેવ થઇ 100 ફૂટ રોડ પર તેમજ ગંગદેવનગર થઇને સલાટીયા થઇને ખાટકીવાડ તરફ વાહનો જઇ શકશે.જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે.

Advertisement