Advertisement

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે કરાશે

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે કરાશે

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સોજિત્રા ખાતે કરાશે

જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લાના ઉજવણી સોજીત્રા તાલુક મથકે એમ.એમ.હાઇસ્કુલ ખાતે યોજાશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ રોડ, રસ્તા,પીવાનું પાણી તથા રાષ્ટ્રીય પર્વના અનુરૂપ કરવાની થતી કામગીરી અન્વયે સંબંધિત અધિકારી કર્મચારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ બેઠક જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર એસ દેસાઈ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement