Advertisement

આણંદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, 20 મિનિટ ભારે ઝાપટાં

આણંદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, 20 મિનિટ ભારે ઝાપટાં

આણંદ જિલ્લામાં રવિવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં વરસાદી ઝાંપટાનો દોર જોવા મળ્યો હતો. આણંદ શહેરમાં સવારે 10 વાગ્યાના અરસામાં સામાન્ય વરસાદી ઝાપટું પડયું હતું. ત્યારબાદ ઉઘાડ નીકળ્યો હતો. જો કે સાંજના 5 વાગ્યા બાદ વાદળો ઘેરાયાં હતા. 6 વાગ્યા બાદ સતત 20 મિનિટ સુધી ભારે વરસાદી ઝાપટું પડયું હતું. આણંદ શહેર ઉપરાંત ઉમરેઠમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે બોરસદ, સોજિત્રા અને પેટલાદમાં સામાન્ય વરસાદી ઝાપટું પડયું હતું. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હાલમાં લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક પસાર થઇ રહી છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી આણંદ પંથકમાં વરસાદી માહોલ રહેશે. કેટલાંક વિસ્તારમાં ભારે થી વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેશે.

Advertisement