આણંદ જિલ્લામાં ખાતરની તંગી નહીં, જથ્થો પૂરતો
આણંદ જિલ્લામાં ખરીફ ઋતુ અને રવિ ઋતુમાં ખેડૂતોને ઘંઉ, ચણા સહિત અન્ય પાકો માટે સરેરાશ 20 હજાર મેટ્રીક ટન ખાતરની જરૂરીયાત પડે છે. તેને ધ્યાને લઇને નાયબ ખેતી નિયામક દ્વારા આગોતાર આયોજન ભાગ રૂપે સરકારમાં રજૂઆત કરી હતી. જેથી સરકારે અત્યાર સુધીમાં 35721 મેટ્રીક ટન ખાતર ફાળવ્યું છે.
ચાલુ માસે 17 હજાર મેટ્રીક ટનની જરૂરીયાતની સામે જિલ્લાના તમામ ડેપોમાં 22642 મેટ્રીક ટન ખાતરનો મળ્યો છે. જ્યારે રવિવારે ઇપકો દ્વારા 2652 મેટ્રીક ટન જથ્થો આવ્યો હતો
જ્યારે સોમવારે 2000 હજાર મેટ્રીક ટન જથ્થો આવશે. તેમ નાયબ ખેતી નિયમાક સચિન ગઢિયાએ જણાવ્યું છે.આગામી જાન્યુઆરી માસમાં તંગી સર્જાશે નહીં. અત્યાર સુધી 35721 ટન ખાતર જથ્થો સરકાર દ્વારા સપ્લાય કરાયો છે.