Advertisement

આણંદ જિલ્લામાંથી શંકાસ્પદ ૨૭૦ બાંગ્લાદેશી વિદેશીઓ ઝડપાયા

આણંદ જિલ્લામાંથી શંકાસ્પદ ૨૭૦ બાંગ્લાદેશી વિદેશીઓ ઝડપાયા

આણંદ જિલ્લામાંથી શંકાસ્પદ ૨૭૦ બાંગ્લાદેશી વિદેશીઓ ઝડપાયા

સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશના રહીશોને શોધવાની ડ્રાઈવ ચલી રહી છે.જેના ભાગરૂપે આણંદજિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી પોલીસની ટીમો દ્વારા સમગ્ર જીલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ઘરીને શકમંદોને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ઘરવામાં આવી હતી. ગઈકાલે ૮ જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. આજે પોલીસે કુલ ૨૭૦ જેટલા શખમંદોને રાઉન્ડ અપ કરીને તેમની પુછપરછ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના ડીવાયએસપીની આગેવાની હેઠળ એલસીબી, એસઓજી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તેમજ સ્થાનિ પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને આણંદ શહેર,ખંભોળજ, વાસદ પોલીસ મથકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું હતુ.જેમાં આણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૯૫, ખંભોળજમાંથી ૨૬ તેમજ વાસદમાંથી ૨૫ શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પણ ડીવાયએસપીની આગેવાની હેઠળ જીઆઈડીસી વિસ્તારમાંથી કુલ ૧૨૪ શકમંદોને રાઉન્ડ અપ કરીને પુછપરછ હાથ ઘરવામાં આવી છે. પોલીસે તેમની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેઓના આધારકાર્ડ, નાગરીકત્વના પુરાવાઓ, રેશનકાર્ડ તેમજ મોબાઈલ ફોનની ટેકનીકલ તપાસ હાથ ઘરવામાં આવી છે.

Advertisement