Advertisement

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત

આણંદ જિલ્લાની 5 પાલિકામાં 80 બેઠકો મહિલા અનામત

આણંદ : આણંદ જિલ્લાની પાંચ પાલિકાની બેઠકો માટે રાજય ચૂંટણી આયોગે પાંચ પાલિકાની વોર્ડ કેટેગરી ફાળવણીની જાહેરાત કરી છે. જેમાં ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા અને બોરસદ પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઓબીસીની ૪૪ બેઠકો ફાળવાઇ છે. જયારે પાંચ પાલિકામાં ૮૦ બેઠકો મહિલા માટે અનામત જાહેર કરાઇ છે. આગામી જાન્યુઆરી મહિનામાં પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. જેને લઇ ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારો સક્રિય થયા છે અને ગોડફાધરોને શરણે જઇ રહ્યાં છે.

બોરસદ પાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકોમાં ૧૮ મહિલા માટે અનામત જાહેર કરાઇ છે. જયારે ૧૦ સામાન્ય બેઠકોનો સમાવેશ થયો છે. સોજિત્રા પાલિકામાં છ વોર્ડમાં ૨૪ બેઠકોની ફાળવણી કરાઇ છે.જેમાં ૧૨ બેઠકો મહિલા માટે છ બેઠકો ઓબીસી માટે ફાળવાઇ છે. કુલ ૧૬ બેઠકો અનામત જાહેર કરાઇ છે.

ઉમરેઠ પાલિકામાં સાત વોર્ડમાં ૨૮ બેઠકો નિર્ધારીત કરાઇ છે. જેમાં ૧૪ મહિલા માટે અનામત રખાઇ છે અને ૮ બેઠકો ઓબીસીને ફાળવવવામાં આવી છે. સામાન્ય માટે ૮ બેઠકોનો સમાવેશ થયો છે.

ખંભાત પાલિકાના નવ વોર્ડમાં ૩૬ બેઠકોની ફાળવણી કરાઇ છે. જેમાં મહિલા માટે ૨૮ બેઠકો અનામત જાહેર કરાઇ છે. તેમજ ૧૦ ઓબીસીને ફાળવવામાં આવી છે. પેટલાદ પાલિકાના ૯ વોર્ડમા ૩૬ બેઠકો નિર્ધારિત કરાઇ છે. જેમાં સ્ત્રી માટે ૧૮ અને ઓબીસી માટે ૧૦ બેઠક જાહેર કરાઇ છે.

ખંભાત પાલિકાની વોર્ડ કેટેગરી

અનસૂચિ-૨

Advertisement