Advertisement

આણંદ-ખેડામાં કાતિલ ઠંડીની એન્ટ્રી

આણંદ-ખેડામાં કાતિલ ઠંડીની એન્ટ્રી

આણંદ-ખેડામાં કાતિલ ઠંડીની એન્ટ્રી

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ આણંદ ખેડા જિલ્લામાં ઠંડીનો દોર શરૂ થયો છે.હાલમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, તેની સીધી અસર આણંદ ખેડા જિલ્લાના હવામાન પર જોવા મળી રહી છે.

ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે,જેના કારણે મંગળવારથી લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટવાની સંભાવના છે. જેને કાંતિલ ઠંડીનો દોર શરૂ થશે. માવઠા પગલે ઠંડા પવનો ફુંકાતા હોવાથી મહત્તમ તાપમાન 4 ડિગ્રીનો ઘટાડા સાથે 25.5 ડિગ્રી નોંધાયું છે.

આણંદ કૃષિ હવામાન વિભાગમાં રવિવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન 25.5 અને લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 93 ટકા નોંધાયું છે. પવનની ઝડપ પ્રતિકલાક 4 કિમીની નોંધાઇ છે.ઉતર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાને પગલે 24 કલાક બાદ હિમ પવનોનું જોર વધવાની સંભાવના છે.

Advertisement