Advertisement

આણંદ આરોગ્ય વિભાગનો મોટો સર્વે: પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં તાવના કેસોની સંખ્યા ચિંતાજનક

આણંદ આરોગ્ય વિભાગનો મોટો સર્વે: પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં તાવના કેસોની સંખ્યા ચિંતાજનક

આણંદ આરોગ્ય વિભાગનો મોટો સર્વે: પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં તાવના કેસોની સંખ્યા ચિંતાજનક

આણંદ જિલ્લામાં પ્રિમોન્સૂન એકિટવિટીના ભાગરુપં જિલ્લા આરોગ્ય વિભાગના હેલ્થ વર્કર અને આશા વર્કર મારફતે તમામ વિસ્તારોમાં સર્વ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાભરમાં આરોગ્યની ૯ર૪ ટીમો દ્વારા કુલ ૪.૬૧ લાખ ઘરોમાં સર્વ કરતા શંકાસ્પદ તાવના ર૭૯૯૮ કેસ મળી આવ્યા હતા. આ તમામ દર્દીઓના લોહીની તપાસ કરવામાં આવી હતી.

આણંદ મનપા વિસ્તારમાં મેલેરિયા અટકાવવા માટે હેલ્થ ઓફિસર ડો.રાજેશ પટેલના સુપરવિઝન હેઠળ મનપા વિસ્તારમાં શહેરી અર્બન મેલેરિયા સ્કીમની ટીમો દ્વારા છેલ્લા એક માસથી કામગીરી કરવામાં આવી રહી છે.

૪ર ટીમો દ્વારા આશરે ૬૦ હજાર ઘરો સહિતના સ્થળોએ સર્વ કરાયો હતો. જેમાં પાણી ભરેલા પાત્રોમાં પોરા જોવા મળ્યાના ૪૭૮૧ કેસ પૈકી નોટિફિકેશન એકટ હેઠળ ૧૩૮ સ્થળોના માલિકો,સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ. ૧.ર૦ લાખ દંડ વસૂલ કરાયો હતો. મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે, મનપા વિસ્તારની સોસાયટી, બાંધકામ સાઇટ,શાળા-કોલેજો, હોસ્ટેલ, હોસ્પિટલ, શોપીંગ સેન્ટર, ધાર્મિક-સામાજીક સહિતની કોઇપણ સંસ્થામાં મચ્છરની ઉત્પતિ કે પોરા જોવા મળશે તો રૂ.પ૦૦થી ૧પ હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે.

Advertisement